સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 1 February 2018

હકિકતે ખેડૂતોની આવક બમણી થશે ? દોઢ ગણી MSP મળશે ? - રૂપાણી સરકારની દલા તરવાડીની નીતિથી પ્રજા પર બોજ, વધશે મંત્રીઓ-MLAના પગાર - ભાજપ સામે ધોકો પછાડવા ૧૭ વિપક્ષો એક થયા - ૪૦ હજારના સ્ટાન્ડર્ડ ડિડકશનથી તમને કેટલો લાભ થશે? - નથી ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આવ્યા મોટા સમાચાર - TV, મોબાઈલ, લેપટોપ, કાર થયા મોંઘા, જાણો શું શું થયું સસ્તું - બજેટ ઈફેક્ટઃ શેર બજાર ખુલતાની સાથે જ કડડડભૂસ, સેન્સેક્સમાં 477.81નો કડાકો - વચનેષુ કિમ્ દરિદ્રતા : જેટલીના વાયદા, મોદીના ફાયદા - સિનિયર સિટીઝનની રૂા.50,00ની વ્યાજની આવક પર ટીડીએસ નહીં - ગ્રામીણ મતદારોને રિઝવવા મોદી સરકારનું કૃષિલક્ષી બજેટ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

 હકિકતે ખેડૂતોની આવક બમણી થશે ? દોઢ ગણી MSP મળશે ?
ભારતમાં પાક ઉપર આવે છે ત્રણ પ્રકારની પડતરઃ જેટલીએ કરી છે ગોળ-ગોળ વાતઃ સ્પષ્ટતાઓ નથીઃ કોઇ તૈયારી નથીઃ કનિદૈ લાકિઅ કેવી રીતે આપશે એમએસપી ? : જોગવાઇ વગર કઇ રીતે ખેડુતોની આવક બમણી થશે ? આજે ૧ કિવન્ટલ ઘઉં ૧૪૪ રૂ.ની ખોટથી ખેડુતોને વેચવા પડે તેવી સ્થિતિઃ વિપક્ષ કનિદૈ લાકિઅ કહે છે કે અકિલા હકીકત નહિ પરંતુ કાલ્પનિક છે કૃષિ ક્ષેત્રની જાહેરાતો નવી દિલ્હી તા.ર : નાણામંત્રી અરૂણ જેટલીએ સામાન્ય બજેટમાં ખેડુતોની કનિદૈ લાકિઅ આવક ર૦રર સુધીમાં બમણી કરવા માટે ખાસ જોગવાઇઓ જાહેર કરી છે. જેમાં તેમણે અકીલા ખેડુતોને તેમના પાક ઉપર આવતી પડતરના પ૦ ટકા એટલે કે દોઢ ગણી કનિદૈ લાકિઅ એમએસપી વધારીને આપવાની વાત જણાવી છે. આવો જાણીએ તેનુ શું મહત્વ છે, આ આઇડિયા કયાંથી આવ્યો અને ખેડુતોને વાસ્તવમાં તેનો કેટલો લાભ મળશે.   ર૦૦૪માં કનિદૈ લાકિઅ યુપીએ સરકારે ખેડુતો માટે રાષ્ટ્રીય આયોગ બનાવ્યુ હતુ. જેનુ લક્ષ્યાંક ભારતમાં ખેતી, અનાજનું ઉત્પાદન, દુષ્કાળની સમસ્યાથી નિપટવા માટે કનિદૈ લાકિઅ સુચન આપવાનુ હતુ. આ આયોગને સ્વામીનાથન કમીશનના નામથી ઓળખવામાં આવતુ હતુ. તેણે રિપોર્ટ ર૦૦૬માં આપ્યો હતો. જેમાં ખેડુતોને પાક પર આવેલી પડતરના કનિદૈ લાકિઅ પ૦ ટકા એમએસપી આપવા જણાવ્યુ હતુ.   આ પંચે પાક પર આવતી પડતરને ૩ ભાગ એ-ર, એ-ર પ્લસ એફએલ અને સી-રમાં વહેચ્યુ હતુ. એ-ર પડતરમાં ખેડુતોને પાક કનિદૈ લાકિઅ ઉત્પાદનમાં કરવામાં આવેલા તમામ પ્રકારના રોકડ ખર્ચ સામેલ થતા હતા. જેમાં બીજ, ખાતર, કેમીકલ, મજદુરી, ઇંધણ, સિંચાઇ વગેરે સામેલ હતા. એ-ર પ્લસ એફએલ પડતરમાં રોકડ પડતર સાથે જ પરિવારના સભ્યોની મહેનતની અનુમાનીત પડતરને પણ જોડવામાં આવે છે તો સી-ર પડતરમાં પાક ઉત્પાદનમાં આવેલ રોકડ અને બીલ રોકડની સાથે જમીન પર લાગતા લીઝ રેન્જ અને જમીન ઉપરાંત બીજી કૃષિ પુંજી પર લાગતા વ્યાજ પર સામેલ થતા હતા. નાણામંત્રી જેટલીએ કહ્યુ હતુ કે, ખેડુતોને તેમના પાકના પડતર પર પ૦ ટકા એમએસપી મળશે. જો કે એ સ્પષ્ટ નહોતુ કર્યુ કે આ એમએસપી કયા પ્રકારની પડતર પર મળશે. સ્વામીનાથન કમીશન આવ્યા બાદથી ખેડુતોની પડતરને ત્રણ શ્રેણીઓમાં ગણવામાં આવે છે. ખેડુતોને જો સી-ર પડતર પર પ૦ ટકા એમએસપી મળે તો જ તેમના માટે ફાયદાની વાત થઇ શકે છે. એ-ર પડતરમાં પ૦ ટકા મળવા પર ખેડુતને પડતરનું ઘણુ ઓછુ મુલ્ય મળશે. એક અનુમાન મુજબ ર૦૧૭-૧૮માં ઘઉંની એ-ર પ્લસ એફએલ પડતર ૮૧૭ રૂ. પ્રતિ કવિન્ટલ આવશે તેમાં પ૦ ટકા પડતર જોડવાથી એમએસપી ૧૩રપ પ્રતિ કવિન્ટલ થઇ જાય છે. ઘઉંની જ સી-ર પડતર ૧રપ૬ રૂ. પ્રતિ કવિન્ટલ બેસે છે તેમાં પ૦ ટકા પડતર જોડવાથી એમએસપી ૧૮૭૯ રૂ. પ્રતિ કવિન્ટલ થઇ જાય છે. હાલ સરકારે ઓકટો.ર૦૧૭માં ઘઉંનું એમએસપી ૧૭૩પ રૂ. પ્રતિ કવિન્ટલ નક્કી કર્યા હતા. આ પ્રકારે ખેડુતને પ્રતિ કવિન્ટલ ઘઉં પર ૧૪૪ રૂ. ઓછા મળશે. એ પણ યાદ રાખવુ પડશે કે દેશના ફકત છ ટકા ખેડુતોને જ તેમના પાક પર એમએસપી મળી શકે છે. બાકીના ખેડુતોનો પાક વચેટીયાઓ, શાહુકારો અને બીજા દલાલો પાસે જતો હોય છે. જેટલીએ સ્પષ્ટ નથી કર્યુ કે ૯૪ ટકા ખેડુતોને એમએસપી અપાવવા માટે શું વ્યવસ્થા કરાશે ? તેમની ખરીદને સરકારી ખરીદ કેન્દ્રોમાં પહોંચાડવાનું કઇ રીતે સુનિશ્ચિત થશે એ મોટો સવાલ છે. કૃષિ ક્ષેત્રે ગયા વર્ષની તુલના કરવામાં આવે તો ર૦રર સુધી ખેડુતોની આવક બમણી કરવાનુ વચન પણ સાકાર થતુ નથી દેખાતુ. ગયા વર્ષે કૃષિ માટે ૪૧૮૮૬ કરોડ ફાળવાયા હતા. જે બાદમાં રિવાઇઝ કરી ૪૧૧૦પ કરોડ કરાયા હતા. આ વખતે ફાળવણી વધારીને ૪૬૭૦૦ કરોડ કરવામાં આવેલ છે એટલે કે ફકત ૪૮૪પ કરોડ રૂપિયા વધારી કઇ રીતે ખેડુતોની આવક બમણી કરાશે એ સવાલનો પણ જવાબ નથી. દરમિયાન વિપક્ષોનુ કહેવુ છે કે હકીકત નહી પરંતુ કલ્પના છે કૃષિ ક્ષેત્રની જાહેરાતો. વિપક્ષનુ કહેવુ છે કે આજે પણ ખેડુતોને વેચાણ માટે બજારમાં ૪ થી પ દિવસ રાહ જોવી પડે છે. એફસીઆઇ અને રાજયના ગોદામો પાકની ખરીદી નથી કરતા. પી.ચિદમ્બરમે કહ્યુ છે કે કૃષિ આવકમાં સુધારો કેમ નથી થયો. આર્થિક સર્વેનો હવાલો આપતા તેમણે કહ્યુ હતુ કે, ચાર વર્ષથી કૃષિ જીડીપી સ્થિર છે જે દર્શાવે છે કે ખેડુતોની આર્થિક સ્થિતિમાં સુધારો નથી થયો. યોગેન્દ્ર યાદવે કહ્યુ છે કે, જેટલીએ વચન આપ્યુ છે તેનો ફાયદો નહી મળે. તેમણે કહ્યુ છે કે યુપીએ સરકાર પડતરના ૭૦ ટકા એમએસપી આપતી હતી. ભાજપે ૪૦ થી પ૦ ટકાની વાત કરી છે. (10:58 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-02-2018/123265

ભાજપ સામે ધોકો પછાડવા ૧૭ વિપક્ષો એક થયા 
સોનિયાની અધ્યક્ષતામાં ૧૭ નોન એનડીએ પક્ષોની બેઠક મળીઃ બસપા ગેરહાજરઃ સોનિયા ગાંધીએ વિપક્ષોની એકતા ઉપર ભાર મુકયોઃ કનિદૈ લાકિઅ ધાર્મિક હિંસા રોકવા બધા પક્ષોને એક થવા અનુરોધ નવી દિલ્હી તા.ર : યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બજેટ સત્ર બાદ ૧૭ બીન એનડીએ પક્ષોના નેતાઓની કનિદૈ લાકિઅ બેઠકની અધ્યક્ષતા અકિલા સંભાળી હતી અને રાષ્ટ્રીય મહત્વના મુદા ઉપર સંસદ અને તેની બહાર વિપક્ષોની એકતાની હાકલ કરી હતી. આ મીટીંગમાં બસપાએ ભાગ કનિદૈ લાકિઅ નહોતો લીધો.   સોનિયા ગાંધીએ વિપક્ષોની બેઠકને સંબોધતા કહ્યુ હતુ કે વિપક્ષી અકીલા નેતાઓએ રાજયોના મુદા ઉપર પોતાના મતભેદોને એક બાજુ મુકવા કનિદૈ લાકિઅ જોઇએ અને રાષ્ટ્રીય સ્તર ઉપર ભાજપ સામે ટક્કર લેવા માટે સાથે આવવુ જોઇએ. આ બેઠકમાં તેમણે કહ્યુ હતુ કે, આપણે બધાએ સંસદ અને તેની બહાર સંયુકત કનિદૈ લાકિઅ પહલ અને રણનીતિ અપનાવવી જોઇએ. ખેડુતો, દલિતો, યુવાનો, ગરીબો, મહિલાઓના સંવેદનશીલ મુદાઓને સમજવા માટે સૌએ સાથે આવવાની જરૂર છે. રાજયોમાં વિવિધ કનિદૈ લાકિઅ પક્ષો વચ્ચે મતભેદ હોઇ શકે છે પરંતુ રાષ્ટ્રીય મુદા પર મતભેદ હોવા જોઇએ. આપણે એકતા રાખવી જોઇએ. સોનિયાએ કહ્યુ હતુ કે, ધર્મ અને જાતિને લઇને કનિદૈ લાકિઅ હિંસા ફેલાવવામાં આવી રહી છે અને રાષ્ટ્રીય સરોકારથી જોડાયેલા અનેક મુદાઓએ આપણે સાવધાન રહેવુ પડશે. રાષ્ટ્રીય મુદે સાથે રહીને કામ કરવુ પડશે. કનિદૈ લાકિઅ જયાં સુધી ધૃણાની વિચારધારાની વાત છે તો આપણે સાવધાન રહેવાની જરૂર છે. દેશમાં જાતિ અને ધર્મના આધારે વ્યાપક હિંસા થઇ રહી છે. તેમણે સંસદના બજેટ સત્રમાં સંયુકત રણનીતિ બનાવવા અને આગામી ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે એકતા માટે વિપક્ષોનું સમર્થન માંગ્યુ હતુ. બેઠકમાં વિપક્ષોએ રાજસ્થાનની ચૂંટણીમાં વિજય બદલ સોનિયા અને રાહુલને અભિનંદન આપ્યા હતા. આ બેઠકમાં મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અહમદ પટેલ, ગુલામનબી આઝાદ, ખડગે, શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા, રાજદના મીશા ભારતી, તૃણમૂલના ડેરેક ઓ બ્રાયન પણ હાજર રહ્યા હતા. સીપીએમ નેતા ડી.રાજા, સપાના નરેશ અગ્રવાલ, રામગોપલ યાદવ, જેડીએસ નેતા ઉપેન્દ્ર રેડ્ડી, શરદ યાદવ, અજીતસિંહ વગેરે હાજર રહ્યા હતા. (૩-૭) (10:58 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-02-2018/123266

૪૦ હજારના સ્ટાન્ડર્ડ ડિડકશનથી તમને કેટલો લાભ થશે?
 આ નિર્ણયથી ૨.૫ કરોડ પગારદાર અને પેન્શનર્સને લાભ થશે નવી દિલ્હી તા. ૨ : નાણાં મંત્રી અરુણ જેટલીએ પગરાદાર કનિદૈ લાકિઅ વર્ગને રાહતના નામે બજેટમાં રૂ. ૪૦,૦૦૦ સ્ટાન્ડર્ડ ડિડકશનની જાહેરાત કરી છે. જયારે બીજીતરફ ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ અને મેડિકલ રીઈમ્બર્સમેન્ટનો કનિદૈ લાકિઅ લાભા અકિલા છીનવી લીધો છે. હાલમાં રૂ.૧૫,૦૦૦ સુધીના મેડિકલ બિલ અને રૂ. ૧૯,૨૦૦ સુધી ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ પર ટેકસ છૂટ મળે છે. મેડિકલ કનિદૈ લાકિઅ રીઈમ્બર્સમેન્ટ અને ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ પર ટેકસ છૂટ પરત લેવાથી સ્ટાન્ડર્ડ અકીલા ડિડકશન લાગુ થવા છતા સેલેરાઈડ કલાસને ફકત રૂ. ૫,૮૦૦ની ટેકસ કનિદૈ લાકિઅ છૂટનો લાભ મળશે. જો કે કોને કેટલો લાભ થશે તે કરદાતા કયા ટેકસ સ્લેબમાં આવે છે તેના પર નિર્ભર રહે છે.   ૫% ટેકસ સ્લેબમાં આવતા કરદાતાને રૂ. કનિદૈ લાકિઅ ૨૯૦, ૨૦% ટકા સ્લેબમાં રૂ. ૧,૧૬૦ અને ૩૦% સ્લેબમાં આવતા કરદાતાને રૂ. ૧,૭૪૦નો ફાયદો થશે. જો કે વાર્ષિક પાંચ લાખની આવક ધરાવાતા લોકોને બાદ કનિદૈ લાકિઅ કરતા મોટાભાગના કેસમાં આ લાભ પણ નહીં મળે. જેનું કારણ છે ઈન્કમ ટેકસ પરની સેસ ૩%થી વધારીને ૪% કરાઈ તે છે. સ્ટાન્ડર્ડ ડિડકશનથી જે લાભ મળશે તે કનિદૈ લાકિઅ ઈન્કમ ટેકસ સેસમાં વધારાને લીધે ઘટી જશે અથવા વધુ ટેકસ જવાબદારીના કેસમાં નુકસાન પણ થઈ શકે છે. જેટલીએ બજેટ સ્પીચમાં જણાવ્યું કે, 'પગારદાર કનિદૈ લાકિઅ કરદાતાને રાહત આપવા માટે ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ અને મેડિકલ ખર્ચ રીઈમ્બર્સમેન્ટને બદલે રૂ. ૪૦,૦૦૦ સુધીના સ્ટાન્ડર્ડ ડિડકશનની મંજૂરી આપવાનો પ્રસ્તાવ કરું છું. જો કે દિવ્યાંગો માટે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધેલા દરથી લાગુ પડશે. જો કે હોસ્પિટલાઈઝેશન સહિત અન્ય મુદ્દે તમામ કર્મચારીઓને મેડિકલ રીઈમ્બર્સમેન્ટ લાભ ચાલુ રહેશે.'   નામાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ નિર્ણયથી પેપર વર્ક તેમજ નિયમ-કાયદાની કડાકૂટ ઓછી થશે તેમજ પગારદાર એવા મધ્યમ વર્ગ માટે ટેકસની જવાબદારીમાં પણ ઘટાડો થશે. સ્ટાન્ડર્ડ ડિડકશનના નિર્ણયલનો લાભ પેન્શનર્સને પણ મળશે જેમને ટ્રાન્સ્પોર્ટ અને મેડિકલ ખર્ચ પર કોઈ ભથ્થા મળતા નથી. આ નિર્ણયથી સરકારી તિજોરી પર ૮,૦૦૦ કરોડનો બોજ પડશે. સ્ટાન્ડર્ડ ડિડકશનની જાહેરાતથી કુલ ૨.૫ કરોડ પગારદાર અને પેન્શનર્સને લાભ મળી શકશે. શું હોય છે સ્ટાન્ડર્ડ ડિડકશન? સ્ટાન્ડર્ડ ડિડકશન એ લમ્પસમ રકમ હોય છે જેને કુલ પગારમાંથી થયેલી કમાણીમાંથી બાદ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ જ ટેકસેબલ ઈન્કમની ગણતરી કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ડિડકશનની વાપસીથી પગારદારવર્ગ સલાહકારો, સેલ્ફ એમ્પ્લોયડ અને ફ્રિ લાન્સર્સની સમકક્ષ આવી જશે જેમને કમાણીમાંથી કરેલા ખર્ચ પર ટેકસ ડિડકશનની છૂટ મળી રહી છે.(૨૧.૭) (11:10 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-02-2018/123259

નથી ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આવ્યા મોટા સમાચાર

 બજેટ દરમિયાન ભલે સરકારે મોટી જાહેરાત કરતા પેટ્રોલ-ડીઝલ પર 2 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે, પંરતુ આ સાથે જ પેટ્રોલ-ડીઝલ પર સેસ લગાવવાની તૈયાર કરી હતી. એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા અને સેસ લગાવ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારે સામાન્ય લોકોને ખુશ કરવા માટે એક્સાઈઝ ડ્યુટી ભલે ઓછી કરી દીધી હોય, પરંતુ બીજ તરફ સેસ લગાવવાનો નિર્ણય લઈને સામાન્ય માનવીને જોરદાર ઝટકો આપ્યો છે. જેને પગલે બપોરે 2 રૂપિયા ઘટાડાની જે જાહેરાત થઈ હતી, તેને બાદ નાગરિકોમાં નિરાશા છવાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે ગુરુવારે પોતાનું બજેટ રજૂ કર્યું હતું. સમગ્ર દેશની નજર ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીના ભાષણ પર હતી. ભાષણ દરમિયાન જેટલીએ એક બાદ એક અનેક જાહેરાતો કરી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલ 2 રૂપિયા સસ્તુ થયું હોય તેવી પણ વાત હતી.

જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે, તે જોતા કહી શકાશે કે કિંમતોનો આંકડો જલ્દી જ ત્રણ આંકડામાં આવી જશે. આમ, એક્સાઈઝ ડ્યુટી ઓછું કરવા પર સરકારની તિજોરી પર અસર પડી શકે છે, પંરતુ નાગરિકો માટે તો આ રાહતના જ સમાચાર છે.

Source :-http://sandesh.com/petrol-deseal-price-decrease-after-budget-2018/

TV, મોબાઈલ, લેપટોપ, કાર થયા મોંઘા, જાણો શું શું થયું સસ્તું

દેશના 25માં નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે દેશનું સામાન્ય બજેટ રજું કર્યું હતું. બજેટમાં દેશની આમ જનતાને કોઈ ખાસ રાહત મળી નથી. એક તરફ ઈન્કમ ટેક્ષમાં કોઈ જ ફેરફાર કરવામાં ન આવ્યાં. તો બીજી તરફ શેર બજાર અમાં રિટર્ન પર પણ હવેથી ટેક્ષ ચુકવવો પડશે. પરંતુ દેશની સામાન્ય જનતાની નજર હંમેશા શું સસ્તું થયું અને શું મોંઘુ થયું તેના પર રહે છે.
સરકારના આ બજેટમાં અનેક વસ્તુઓ સસ્તી થઈ તો કેટલીક મોંઘી પણ થઈ. જે મધ્યમ વર્ગના લોકોના ખીસ્સાનો ભાર વધારશે. બજેટ 2018માં ટીવી, લેપટોપ અને મોબાઈલ મોંઘા થયાં છે. આવી જ રીતે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં કેવો વધારો ઘટાડો થયો તે નીચે મુજબની યાદીમાં દર્શાવવામાં આવ્યું છે.

શું મોંઘુ થશે
વિદેશમાંથી લક્ઝરી કાર મંગાવવી હશે તો વધારે પૈસા ખર્ચ કરવા પડશે
ફૂડ પ્રોસેસિંગ, ઈલેક્ટ્રોનિક્સ પર 5 ટકાની કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી
વિદેશી મોબાઈલ, ટીવી અને લેપટોપના ભાવ વધશે
મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી
વિદેશમાંથી આયાત કરવામાં આવનારી વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી 20 ટકા વધારવામાં આવી
ફૂડ પ્રોસેસિંગ
વાહનના સ્પેરપાર્ટ્સ
જુતાં
ફર્નીચર
કઈ કઈ વસ્તુના ભાવ વધશે
ટીવીના 5% ભાવ વધશે
મોબાઈલ ફોનના 5% ભાવ વધશે
ચાંદીના 5% ભાવ વધશે
ફૂટવેઅરના 5% ભાવ વધશે
ફોનની બેટરીના 5% ભાવ વધશે
સોનાના 3% ભાવ વધશે
શું સસ્તુ થયું
પેટ્રોલ – 2 રૂપિયાનો ઘટાડો
ડિઝલ – 2 રૂપિયાનો ઘટાડો
રૉ કાજુ (કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5% કરવામાં આવી)
Source :-http://sandesh.com/cheap-high-rates-arun-jaitley-inflation-modi-government/

બજેટ ઈફેક્ટઃ શેર બજાર ખુલતાની સાથે જ કડડડભૂસ, સેન્સેક્સમાં 477.81નો કડાકો
 - નિફ્ટી પણ 150 ગબડી 10866ની સપાટીએ મુંબઈ, તા. 2 ફેબ્રુઆરી 2018, શુક્રવાર ગઈ કાલે રજૂ થયેલું બજેટ શેરબજારને માફક નથી આવ્યુ આજે સેન્સેક્સ 477.81 અંકોનો અંકોના કડાકા સાથે શેરબજાર ખુલ્યુ છે. સેન્સેક્સ ગબડીને 35428.85એ પહોંચી ગયો હતો. મોદી સરકરાના પહેલી ટર્મના છેલ્લા બજેટથી બજાર નારાજ હોવાનો અંદાજ આજે શેરમાર્કેટના કડાકાથી આવી ગયો હતો. નિફ્ટી પણ 150 જેટલા અંકે ગબડીને 10866ની સપાટીએ પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના મિડકેપ ઈન્ડેક્સમાં પણ 1.90 નો ઘટાડો નોંધાયો તો સ્મોલકેપમાં 2.27ની નબળાઈ જોવા મળી હતી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/bse-sensex-at-35-428-85-down-by-477-81

વચનેષુ કિમ્ દરિદ્રતા : જેટલીના વાયદા, મોદીના ફાયદા
 - ગુજરાતના ફટકાનું લોકસભા ચૂંટણીમાં પુનરાવર્તન રોકવા સરકારનો પ્રયાસ - આઠ કરોડ ગરીબ મહિલાઓને રાંધણગેસના મફત જોડાણ : આરોગ્ય અને શિક્ષણ પરનો સેસ ત્રણથી વધારીને ચાર ટકા : રૃ. ૨૪.૪૨ લાખ કરોડના બજેટમાં કૃષિ, ગ્રામીણ મકાનો, સજીવ ખેતી, પશુપાલન અને માછીમારીના વિકાસ માટે કુલ રૃ. ૧૪.૩૪ લાખ કરોડની ફાળવણી : દસ કરોડ ગરીબ પરિવારને વાર્ષિક રૃ. પાંચ લાખના આરોગ્ય વીમાનું કવચ લઘુ, નાના અને મધ્યમ કદના તમામ એકમો પરનો કરવેરો ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા ૧૧૦ મિનિટના બજેટ ભાષણમાં નાણા મંત્રી અરુણ જેટલી ખેડૂતો પર મહેરબાન પણ મધ્યમ વર્ગને 'ડિંગો' સામાજિક કલ્યાણની યોજનાઓને ભંડોળ માટે આયાતી ચીજો પર દસ ટકા નવો સોશિયલ વેલફેર સરચાર્જ લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન પર ૧૦ ટકા ટેક્સ નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર નાણા મંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા સામાન્ય બજેટમાં કૃષિ, ગ્રામીણ ક્ષેત્ર અને આરોગ્ય વીમાને લગતી વિવિધ યોજનાઓની તેમજ નોકરિયાત વર્ગ, સિનિયર સિટીઝન્સ માટે આવકવેરામાં કેટલીક રાહત આપતી જાહેરાતો કરી હતી. આ ઉપરાંત નાણા મંત્રીએ આરોગ્ય અને શિક્ષણ પરનો સેસ તથા કરવેરાના દાયરામાં આવતી તમામ આવક પરની વસૂલાત ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરી હતી, જ્યારે સામાજિક કલ્યાણની વિવિધ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા દસ ટકા નવો સોશિયલ વેલફેર સરચાર્જ પણ લાગુ કર્યો હતો. અરુણ જેટલીએ પોતાનું સળંગ પાંચમું બજેટ રજૂ કરતા લઘુ, નાના અને મધ્યમ કદના તમામ એકમો પરનો કરવેરો ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કર્યો હતો. મહત્તમ રૃ. ૨૫૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા બધા જ એકમો લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસોમાં આવી જાય છે. બજેટમાં અતિ ધનવાનો પર દસથી ૧૫ ટકા સરચાર્જ ચાલુ રાખવામાં આવ્યો હતો. જોકે, મધ્યમ વર્ગ અને નોકરિયાતોને જેની આશા હતી તે આવકવેરાના સ્લેબમાં કોઇ ફેરફાર કરાયો ન હતો. આ દરમિયાન નોકરિયાત અને પેન્શનરો માટે રૃ. ૪૦ હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શનની જાહેરાત કરાઇ હતી. અત્યારે રૃ. ૧૯,૨૦૦ના ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને રૃ. ૧૫ હજારના મેડિકલ ખર્ચ પર કોઈ કરવેરો નથી, પરંતુ રૃ. ૪૦ હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શનના કારણે વધારાનો ફક્ત રૃ. ૫,૮૦૦નો લાભ મળશે. તેની સામે આરોગ્ય અને શિક્ષણનો સેસ પણ વધારાયો છે. જેટલીએ ૧૧૦ મિનિટ લાંબા બજેટ ભાષણમાં કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી હતી. જેમ કે, સિનિયર સિટીઝન્સને બેંક વ્યાજ, પોસ્ટ ઓફિસ ડિપોઝીટ, આરોગ્ય વીમાના પ્રીમિયમ અને ગંભીર બિમારીના ખર્ચમાં કરવેરામાંથી રાહત મળશે. અત્યાર સુધી સિનિયર સિટીઝન્સને રૃ. દસ હજારની આવક કરવેરામાંથી રાહત મળતી પરંતુ એ મર્યાદા વધારીને રૃ. ૫૦ હજાર કરાઇ છે. એવી જ રીતે, ગંભીર બિમારીના ખર્ચની મર્યાદા વધારીને રૃ. એક લાખ કરાઇ છે. આ બજેટમાં મોબાઇલ ફોન, પર્ફ્યુમ, ટોઇલેટરીઝ, ઓટોમોબાઇલ્સ, સનગ્લાસીસ, ટ્રક, બસ ટાયર, ફૂટવેર, હીરા અને ખાદ્ય તેલની આયાત પર કસ્ટમ ડયૂટી વધારાઇ છે. ૧૪ વર્ષ પહેલાં શેર વેચાણ પરનો કરવેરો નાબૂદ કરાયો હતો, પરંતુ આ વખતે શેર વેચીને કરાતી કમાણી અને મ્યુચ્યુઅલ ફંડમાંથી મળતી આવક પર પણ કરવેરો લદાયો છે. જોકે, આ બજેટને કૃષિ અને ગ્રામીણલક્ષી કહેવામાં કશું ખોટું નથી. જેટલીએ કૃષિ, ગ્રામીણ મકાનો, સજીવ ખેતી, પશુપાલન અને માછીમારીના વિકાસ માટે કુલ રૃ. ૧૪.૩૪ લાખ કરોડની ફાળવણી કરી હતી. જેટલીએ કહ્યું હતું કે, મારી સરકાર ખેડૂતોના હિતમાં કામ કરવા કટિબદ્ધ છે. આ વર્ષના અંત સુધીમાં અમે બધા જ ખરીફ પાકના ટેકાના લઘુમત ભાવ ૧૫૦ ટકાએ પહોંચાડીશું. અમે ચૂંટણી વખતે જ આ વચન આપ્યું હતું. કૃષિ લોન માટે અમે રૃ. ૧૧ લાખ કરોડની ફાળવણી કરીએ છીએ. કૃષિ ઉત્પાદનો કરતી રૃ. ૧૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને પહેલા પાંચ વર્ષ સુધી કરવેરામાં સંપૂર્ણ બાદબાકી અપાઈ છે. આ બજેટમાં દસ કરોડ ગરીબ પરિવારો માટે રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા યોજનાની મહત્ત્વની જાહેરાત કરાઇ હતી. આ યોજના હેઠળ દરેક પરિવારને હોસ્પિટલમાં બીજી અને ત્રીજી વાર ભરતી થવું પડે ત્યારે રૃ. પાંચ લાખના આરોગ્ય વીમાનું કવચ મળશે. વિશ્વની સૌથી મોટી આ આરોગ્ય યોજનાથી કુલ ૫૦ કરોડ ગરીબોને ફાયદો થશે એવો દાવો કરતા જેટલીએ કહ્યું હતું કે, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા માટે અમે રૃ. ૧.૩૮ લાખ કરોડનો ખર્ચ કરીશું. દેશની આઠ કરોડ ગરીબ મહિલાઓને મફત ગેસ જોડાણ અપાશે. બજેટ ભાષણમાં જેટલી નોટબંધી અને જીએસટીના વખાણ કરવાનું ભૂલ્યા ન હતા. તેમણે કહ્યું હતું કે,  કેન્દ્ર સરકારે કરેલા આર્થિક સુધારાના પગલે ૨૦૧૮માં વિશ્વના સાતમા નંબરના સૌથી મોટા ભારતીય અર્થતંત્રનો જીડીપી ૬.૫ ટકાથી વધીને ૬.૭૫ ટકા રહેશે

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/junking-fame-the-benefits-of-modi

સિનિયર સિટીઝનની રૂા.50,00ની વ્યાજની આવક પર ટીડીએસ નહીં 
- સિનિયર સિટીઝનને મેડિક્લેઇમના પ્રીમિયમ પેટે રૂા.30000ને બદલે રૂા.50000 બાદ મળશે અમદાવાદ, તા. 2 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર સાઠ વર્ષથી મોટી વયના સિનિયર સિટીઝનને આવકવેરાની કલમ ૮૦ ડી હેઠળ મેડિક્લેઇમનું રૃ. ૩૦,૦૦૦ સુધીનું પ્રીમિયમ આવકમાંથી બાદ આપવામાં આવતું હતું, તે લિમિટ વધારીને આ વખતના બજેટમાં રૃ. ૫૦,૦૦૦ કરી આપ્યા છે. વીમા કંપનીઓએ પ્રીમિયમન દરમાં કરેલા વધારાને ધ્યાનમાં લેતા મોટી વયે માંદગીને શિકાર બનતા સિનિયર સિટીઝનને માટે મોટી રાહત મળશે. સિનિયર સિટીઝનને કોઈ ચોક્કસ રોગ થયા હોય તો તેને માટે કરવામાં આવેલો રૃ. ૬૦,૦૦૦ સુધીનો ખર્ચ અને સુપર સિનિયર સિટીઝન (૮૦) વર્ષથી મોટી વયના નાગરિકો માટે રૃ. ૧ લાખ સુધીનો ખર્ચ સીધો આવકમાંથી બાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો  છે. સિનિયર સિટીઝનને મુદતી થાપણો પર થતી વ્યાજની રૃ. ૫૦,૦૦૦ સુધીની આવક નવી કલમ ૮૦ ટીટીબી હેઠળ આવકમાંથી બાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન દ્વારા મૂકવામાં આવેલી થાપણો પર રૃ. ૫૦,૦૦૦ સુધીની વ્યાજની આવક થતી હોય તો તેના પર ટીડીએસ ન કરવાની જોગવાઈ પણ આ બજેટમાં દાખલ કરવામાં આવી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/senior-citizen-no-tds-on-interest-income-of-50-000
ગ્રામીણ મતદારોને રિઝવવા મોદી સરકારનું કૃષિલક્ષી બજેટ
 - મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, સ્કિલ ઇન્ડિયાનો ચળકાટ ઘટયો - મધ્યમ વર્ગના નિસાસા : કાશ અમને પણ રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને સાંસદો જેવા લાભ મળતા હોત તો... અમદાવાદ, તા. 2 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર મોદી સરકારની પાંચ વર્ષની ટર્મનું રજૂ થયેલું છેલ્લું પૂર્ણ બજેટ ભારે નિરાશાજનક રહેતા હવે એ સ્પષ્ટ બન્યું છે કે, સરકાર પોતે જ છેલ્લા ચાર વર્ષથી એ હદે દ્રષ્ટિહીન પૂરવાર મહેસુસ કરે છે કે કઈ તરફનો ઝોક અને સમતુલા જાળવવી તે જ તેઓના કાબૂ બહાર જણાય છે. 'અચ્છે દિન આને વાલે હૈ'ના સૂત્ર સાથે મધ્યમ વર્ગને ધોળે દિવસે હથેળીમાં ચાંદ બતાવીને સત્તા પર આવેલી મોદી સરકારે પ્રત્યેક બજેટમાં વારાફરતી મધ્યમ વર્ગને જ વધુ ને વધુ કદ પ્રમાણે વેતરી છે. આજે એવી સ્થિતિ છે કે મોદી સરકારે તેની વોટબેંક એવા દેશના ૭૦ ટકાથી વધુ એવા મધ્યમ વર્ગને જ 'અચ્છે દિન' મૃગજળ જ હતા અને છે તેમ ઉપેક્ષા કરી છે. અધૂરમાં પૂરૃં આ મધ્યમ વર્ગની ક્રૂર મજાક ઉડાવાતી હોય તેમ રાષ્ટ્રપતિનું માસિક વેતન રૃા. પાંચ લાખ, ઉપ રાષ્ટ્રપતિનું ચાર લાખ અને રાજ્યપાલોનું રૃા. ૩ લાખ નક્કી કરાવ્યું. દેશના સાંસદોનો પગાર પણ વધારાયો. સત્તા પર આવ્યા પછી છેક અત્યાર સુધી મોદી પર સુટ બુટ કી સરકાર અને ચુનંદા કોર્પોરેટ ફ્રેન્ડલીનું લેબલ લાગેલું છે. મોદીએ અવિરત વિદેશ પ્રવાસો કરતા રહીને વિદેશી કરારોની બડી બડી જાહેરાત સ્ટાર્ટ અપ, સ્કિલ ઇન્ડિયા, સ્માર્ટ ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયાના નામે કરી પણ તેમ કરવા જતાં ભારત કે જે આઝાદીથી અત્યાર સુધી કૃષિલક્ષી દેશ રહ્યો છે તે બાબત અને ખેડૂતોનું અસ્તિત્વ હાંસિયામાં ધકેલાઈ ગયું. અધૂરામાં પૂરું, નોટબંધી અને જીએસટીમાં કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી જેવો ઘાટ સર્જાયો છે. નાણામંત્રી અરુણ જેટલીએ ભલે બજેટ જાહેર કર્યા બાદ મિડિયાને એમ કહ્યું કે, આ બજેટને તમે આવતા વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી સાથે ન જોડશો.પણ જે રીતે અરુણ જેટલી બજેટ સ્પિચ દરમ્યાન હિન્દીમાં બોલવા પણ મજબૂર બન્યા હતા તે તેમને વડાપ્રધાન મોદીએ જ જણાવ્યું હોય. મોદી સરકાર ભારતના હિન્દી હાર્ટલેન્ડમાં કે જ્યાં મહત્તમ ખેડૂતો છે ત્યાં તેની લોકપ્રિયતા ગુમાવી રહી છે. બજેટની પૂર્વ સંધ્યાએ જ રાજસ્થાનની બે લોકસભાની અને વિધાનસભાની એક એમ ત્રણેય બેઠકોની પેટા ચૂંટણીઓ ભાજપ હારી રહ્યું છે તે રિપોર્ટ મળી જ ગયા હતા. જે બજેટની સ્પિચ વખતે જ સાચું પડતા ભાજપે આઘાત અનુભવ્યો હતો.મોદી યુવાનોને માટે સ્ટાર્ટ અપ, સ્કિલ ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયા, સ્માર્ટ સિટીની વાતો કરતા રહ્યા અને તેમાં પણ સરિયામ નિષ્ફળ રહ્યા એટલે જનધન યોજના, આધાર કાર્ડ અને ગેસના સિલિન્ડર તરફ વળ્યા. એ દરમ્યાન એવા રિપોર્ટો આવતા રહ્યા કે દેશની ૯૦ ટકાથી વધુ સંપત્તિ બે-પાંચ ટકા શ્રીમંતો પાસે છે. ગુજરાતના ગઢમાં ભાજપનું ધોવાણ થયું. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ખેડૂતો જંગી દેવા હેઠળ ફસાતા આત્મહત્યાના કેસો વધતા ગયા હવે હિન્દી અને દક્ષિણ ભારત બેલ્ટ પરજો ભાજપ જીત ના મેળવે તો લોકસભાની ચૂંટણીમાં વોટર લૂ જેવા દ્રશ્યો સર્જાય. તાજેતરના સર્વેમાં મોદીની વડાપ્રધાન તરીકેની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતા દેશના નાગરિકો ૨૦ ટકા સુધી પહોંચી ગયા છે. કૃષિ ક્ષેત્રના ભારે દબાણપૂર્વકના ઝોકને લીધે આ બજેટમાં મધ્યમવર્ગ અને તેના કરતા પણ વિશેષ નોકરિયાત વર્ગને ભારે નિરાશા સાંપડી છે ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈ ઘટાડો નથી થયો એટલું જ નહિ ચીજવસ્તુઓ પરના સેસમાં પણ વધારો થયો હોઈ મધ્યમ વર્ગને પ્રત્યેક બીલ મોંઘા પડશે. કોઈ રાહત નહિ આપીએ તો પણ શહેરી મતો તો આપણા જ છે. કૃષિ અને લઘુ ઉદ્યોગોનો પ્રભાવ વધારીએ તેવી વ્યૂહરચના લાગે છે. ગ્રામીણ ક્ષેત્રના મતો ઘટતા જઈ રહ્યા હોઈ મોદી સરકારે આ વખતે યુ ટર્ન લીધો છે. તેમની સરકાર કોર્પોરેટ જગતની રહેમ હેઠળ નથી કે નથી કોઈ સાંઠગાંઠ તેવું પુરવાર કરવાનો સભાન પ્રયત્ન કરતા જેટલીએ શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને પણ પ્રોત્સાહન નથી આપ્યું. સ્માર્ટ સિટી, બુલેટ ટ્રેન, ગંગા સફાઈ પ્રોજેક્ટને હાઇલાઇટ નથી કરાયો. બે વીમા કંપની અને ૧૨ જેટલા સરકારી સાહસો શેરબજારમાં રોકાણ કરશે. એટલે આડકતરી રીતે આ એકમોમાં રોકાણ કરનારાઓનું ભાવિ જોખમાઈ શકે છે. જે રીતે 'ઓબામા કેર' નામનો હેલ્થ પ્રોજેક્ટ અમેરિકામાં પ્રવર્તે છે અને ટ્રમ્પ તેને બદલવા આગળ ધપી રહ્યા છે તેમ જેટલીએ દેશના ૪૦ કરોડ નાગરિકોને માટે હેલ્થ પ્રોજેક્ટ બહાર પાડયો છે તેને 'મોદી કેર' તરીકે ઓળખાવ્યો છે. સરકાર હેલ્થ પ્રોજેક્ટ, કૃષિ યોજનાઓ, આવાસ યોજના તેમજ ઉદ્યોગો માટેની રાહતો માટે આવક ક્યાંથી મેળવશે તે અંગે એ હદે સ્પષ્ટત: ફોડ નથી પાડી શકી. હજું સ્માર્ટ સિટી તેમજ અન્ય પ્રોજેક્ટની ફાળવણી તો જારી જ છે. બેંકોની લાખો કરોડોની એનપીએ કે બેંક સેક્ટર માટે પણ જોગવાઈ નથી. એકંદરે જોતાં એવું લાગે છે કે, મોદી સરાકરનું આ બજેટ જ તેમની દ્રષ્ટિહીનતા તેમજ વારંવાર વિકાસ માટેનું પ્લેટફોર્મ બદલવામાં નિષ્ફળ ગઈ છે તેમ તેઓને અરીસો બતાવે છે. 'કિસ મોડ પે જાયેંગે'ની અસમંજસ દરેક વર્ષે જોવા મળી છે. આશા રાખીએ કે જેમના માટે જે પણ આર્થિક જોગવાઈઓની લ્હાણી જાહેર કરાઈ છે તે લોલીપોપ પુરવાર ના થાય.


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/modi-government-s-agricultural-budget-to-revive-rural-voters


રૂપાણી સરકારની દલા તરવાડીની નીતિથી પ્રજા પર બોજ, વધશે મંત્રીઓ-MLAના પગાર

વધારા સાથે મંત્રીઓનો પગાર 87910 અને ધારાસભ્યોનો માસિક પગાર 73,160 રૂપિયા થઈ જશે
ગાંધીનગરઃ ગુજરાતની નવી રૂપાણી સરકારના પહેલા બજેટમાં જ પ્રજા પર વેરાના ભારણની સંભાવના છે. તો બીજી તરફ ગુજરાતના ધારાસભ્યો અને મંત્રીઓના માસિક પગારમાં 4 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ વધારો લાગુ થયા બાદ મુખ્યમંત્રી સહિત મંત્રીઓના સ્ટાફના પગાર વધારાની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં મંત્રીઓના પ્યૂનનો પગાર 14 હજારથી લઈ તેમના પીએનો પગાર 39 હજાર સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. મંત્રીઓનો આ પગાર વધારો લાગુ થયા બાદ પ્રજાજનો પર વાર્ષિક 84 લાખ રૂપિયાનો બોજ પડશે. મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળ અને તેમના સ્ટાફ માટેના પગાર વધારા માટેની નીતિ રૂપાણી સરકારે દલા તરવાડી જેવી અપનાવી હોવાનું બહાર આવ્યું છે.

મંત્રીઓના પગાર થશે 87900 અને MLAને મળશે 73 હજાર
રાજ્યના નાણા વિભાગ દ્વારા મંત્રીઓના પગાર વધારા અંગે શરૂ કરેલી પ્રક્રિયા મુજબ ગત 24 ઓક્ટોબર 2017ના ઠરાવ મુજબ વધારો કરવાની દીશામાં કામગીરી શરૂ કરી છે. રાજ્યના ધારાસભ્યોને અત્યાર સુધી 69750 ચૂકવવવામાં આવે છે. જેમાં 200 રૂપિયા ડી.એ., પેટ્રોલના કિલો મીટદ દીઠ 8 રૂપિયા અને ડીઝલના 7 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓ, દંડક અને વિરોધ પક્ષના નેતાઓનો માસિક પગાર 83,813 રૂપિયા છે. જોકે 4 હજાર રૂપિયાના વધારા સાથે મંત્રીઓનો પગાર 87910 અને ધારાસભ્યોનો પગાર 73,160 રૂપિયા થઈ જશે.
મુખ્યમંત્રીના સ્ટાફના પગારમાં પણ વધારો
આ સિવાય મુખ્યમંત્રીના સ્ટાફમાં 122 વ્યક્તિઓ આવે છે, જેમાં મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારીનો પગાર 60 હજારથી લઈને 1.18 લાખ રૂપિયા કરવામાં આવશે. મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કચેરીના પ્યૂનનો પગાર પણ 14 હજાર છે. રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના સ્ટાફમાં મેસેન્જર હમાલનો પગાર પણ 14,800 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-rupani-government-hike-a-salary-of-mla-ministers-and-his-staffs-NOR.html


Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment