સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 28 February 2018

હાર્દિકના જેલવાસ માટે સરકારે ઘડ્યો પ્લાન, જામીન રદ કરવા કરશે અરજી - રાજ્ય સરકારની હોળી-ધૂળેટીની ભેટ, કર્મચારીઓ અને પેન્શેનરોને થશે લાભ - ભારતની ડ્રોન ટેકનોલોજીથી પાક. ચિંતામાં, કહ્યું- તણાવ વધારે છે પડોશી - ભાનુભાઈની જેમ દલિત કોન્ટ્રાક્ટરે આગ ચાંપે એ પહેલા પોલીસે બચાવ્યો જીવ - કર્મચારીના મોત ઉપર PF વિભાગ આપશે અઢી લાખ - કર્મચારીઓ-પેન્શનર્સને હોળી-ધૂળેટીની ભેટઃ ૩ હપ્તે એરીયર્સ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

હાર્દિકના જેલવાસ માટે સરકારે ઘડ્યો પ્લાન, જામીન રદ કરવા કરશે અરજી

વિધાનસભા ચૂંટણી 2017માં બીજેપી અને પાસના કન્વીનર હાર્દિક પટેલ વચ્ચે જંગ થયો હતો
વિસનગર/ અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં બીજેપી અને પાસના કન્વીનર હાર્દિક પટેલવચ્ચે જંગ થયો હતો. આ ચૂંટણીમાં હાર્દિકે ભાજપ વિરોધી ખૂબ પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ પરિણામોમાં બીજેપી 99 બેઠકો પર આવી ગઈ હતી. આમ ભાજપની બેઠકો ઘટાડવામાં હાર્દિક મહદઅંશે સફળ થયો હતો. હવે ફરી વખત જ્યારે ભાજપના હાથમાં સુકાન આવ્યું છે, ત્યારે હાર્દિક 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાની તાકાત અજમાવી શકે નહીં, તે માટે રાજ્યના ગૃહ વિભાગે એક યોજના ઘડી કાઢી છે.


હાર્દિક સામે 6 ફરિયાદો

ગૃહ વિભાગના સૂત્રો પ્રમાણે હાર્દિક પટેલને ટૂંકા ગાળામાં લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય એવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ગૃહ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં તે જામીન ઉપર છૂટેલો છે. આમ છતાં તેણે ભાજપ વિરુદ્ધની પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી છે, ચૂંટણી દરમિયાન તેણે અનેક સ્થળે મંજૂરી વગર રેલીઓ અને સભાઓ પણ કરી હતી. આ ઉપરાંત કેટલાક સ્થળે જુદા કારણો આપી મંજૂરી મેળવી અને રાજકીય ભાષણો આપ્યા હતા. જેને કારણે તેની સામે અત્યાર સુધીમાં કુલ છ ફરિયાદો નોંધાયેલી છે. જેમાં હજી પણ વધારો થશે, હાર્દિકે જ્યાં પણ નિયમનો ભંગ કરી સભાઓ અને રેલીઓ કરેલી છે, એવા તમામ વિસ્તારમાં તેની સામે ફરિયાદ થશે.
જામીનની શરતોનો ભંગ થતો હોવાની રજૂઆત

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાલમાં જે ફરિયાદ નોંધાઈ રહી છે, તે સામાન્ય પ્રકારની અથવા માત્ર દંડની જોગવાઈ વાળી છે, પરંતુ આવી અનેક ફરિયાદો નોંધ્યા બાદ ગૃહ વિભાગ કોર્ટ સામે જઈ તેના જામીન રદ કરવાની અરજી કરવાની છે. જેમાં તે પોતાના જામીનની શરતોનો ભંગ કરી રહ્યો હોવાનું કારણ આપવામાં આવશે. આ યોજના પ્રમાણે હાર્દિક પટેલ જેલમાં હોય તે દરમિયાન તેની સામે નોંધાયેલી રાજદ્રોહની ફરિયાદનો કેસ કોર્ટમાં શરૂ થઈ જાય અને કેસ જલ્દી પૂરો થઈ જાય એવા પ્રયાસો કરવામાં આવશે, ક્રાઈમ બ્રાન્ચ પાસે રાજદ્રોહના કેસમાં જેટલા પુરાવાઓ અને સાક્ષીઓ છે, તે હાર્દિકને સજા કરાવવામાં માટે પુરતા છે.
ત્રણ વર્ષ જૂના કેસમાં ધારાસભ્યને બનાવ્યા છે સાક્ષી

ગૃહ વિભાગની આ યોજનાનો આજે જ અણસાર મળી ગયો છે. આજે હાર્દિક વિસનગર કોર્ટમાં હાજર થયો છે. તેની ત્રણ વર્ષ જુના કેસમાં તારીખ પડી રહી છે. આ કેસને લંબાવા માટે વિસનગર ના ધારાસભ્ય(ઋષિકેશ પટેલ)ને સાક્ષી તરીકે ઉમેરવામાં આવ્યા છે અને રાયોટીંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ અંગે હાર્દિકે કહ્યું કે, ''મહેસાણા જિલ્લામાં મને છેલ્લા સવા બે વર્ષથી પ્રવેશ નથી અને પ્રવેશ ના થાય તે માટે સાક્ષીનો ઉમેરો કરવામાં આવ્યો છે.અમુક લોકોને કોર્ટના ધક્કા નથી થઈ રહ્યા અને એ લોકો કહે છે આંદોલન કેમ કરતા નથી. હું એ લોકોને એટલું જ કહીશ કે કોર્ટના ધક્કામાંથી નવરો પડીશ એટલે આંદોલન ચાલુ થઇ જશે. કરવું કંઈ નહિં અને વાતો મલકની કરવાની.'

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-hardik-patel-presence-in-visnagar-court-gujarati-news-5821603-PHO.html

રાજ્ય સરકારની હોળી-ધૂળેટીની ભેટ, કર્મચારીઓ અને પેન્શેનરોને થશે લાભ

ગુરુવારે મળેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી
અમદાવાદ: હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. ગુરુવારે મળેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા પગારપંચના તફાવતના લાભો ત્રણ હપ્તામાં રોકડમાં ચૂકવાશે. ખાસ કરીને આ જાહેરાતને કારણે રાજ્ય સરકારની તિજોરી પર રૂ. 3279.79 કરોડનું ભારણ વધશે.
- કર્મચારીઓને તા. 1-1-2016થી તા. 30-9-2016 સુધીના સાત માસ અને પેન્શનરોને તા.1-1-2016 થી તા.30-9-2016ના નવ માસના તફાવતની રકમ ચૂકવાશે
- પ્રથમ હપ્તો માર્ચ મહિનામાં, બીજો હપ્તો મે મહિનામાં, ત્રીજો હપ્તો જુલાઈમાં ચૂકવાશે
- રાજ્યના 4.65 લાખ કર્મચારીઓ અને 4.12 લાખ પેન્શેનરોને થશે લાભ

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarat-government-holi-gift-to-worker-and-pensioner-NOR.html?ref=ht


ભારતની ડ્રોન ટેકનોલોજીથી પાક. ચિંતામાં, કહ્યું- તણાવ વધારે છે પડોશી

પાક.વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ભારતમાં બનનારા નવા ડ્રોન રૂસ્તમ-2 અંગે પૂછવામાં આવેલાં સવાલના જવાબમાં ચિંતા વ્યક્ત કરી.
 ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારતની એડવાન્સ્ડ ટેકનોલોજી અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈસલે મીડિયાને જણાવ્યું કે, "જો મિલ્ટ્રીની તાકાતવર બનાવવાની દ્રષ્ટીએ જોઈએ તો ડ્રોન ટેકનલોજીમાં ભારતની વધતી ક્ષમતા પરેશાન કરનારી છે. આ ક્ષેત્રની કૂટનીતિક સ્થિરતા ઘટશે અને તણાવ વધશે." ફેસલે આ પ્રકારનું નિવેદન ભારતમાં બનનારા નવા ડ્રોન રૂસ્તમ-2 અંગે પૂછવામાં આવેલાં સવાલના જવાબમાં આપ્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે, "ડ્રોન ટેકનોલોજી યુનાઈટેડ નેશન્સ અને ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોના નિયમ મુજબ જ બનવી જોઈએ." અહીં જાણ કરવાની કે રૂસ્તમ-2 ભારતનું સ્વદેશી ડ્રોન છે. જેને અમેરિકાના પ્રિડેટર ડ્રોનની તર્જ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનને કેમ છે રૂસ્તમનો ડર?

- DRDOએ રૂસ્તમને સૈન્ય હેતુ માટે તૈયાર કર્યું છે. જેનો ઉપયોગ દુશ્મન પર નજર રાખવી, ટાર્ગેટ પર સટીક નિશાન લગાવવું અને સિગ્નલ ઈન્ટેલિજન્સમાં પણ કરવામાં આવશે.
- બીજી તરફ સેનાને આગામી એક દશકામાં 400 આધુનિક ડ્રોનની જરૂર છે. જેમાં કોમ્બેટ અને સબમરીનથી લોન્ચ થનારા રિમોન્ટ સંચાલિત એરક્રાફ્ટ પણ સામેલ છે. હાલ સેનાની પાસે 200 ડ્રોન છે. જેમાંથી મોટા ભાગના લાંબા અંતરના અને ટાર્ગેટ પર નજર રાખનારાં ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવેલા છે.
રૂસ્તમ-2ની ખાસિયત
- માનવરહિત વિમાનના પાંખિયા 21 મીટર લાંબા છે. વજન 1.8 ટન છે. જેની સ્પીડ 225 kmph છે.
- 350 કિલો વજનના હથિયારોની સાથે એક વખતમાં 24 કલાક સુધી ઉડ્ડયન કરવામાં સક્ષમ છે.
- જેમાં સિન્થેટિક અપર્ચર રડાર, મેરીટાઈમ પેટ્રોલ રડાર અને ટક્કર રોકી શકાય તેવી ટેકનિક લગાવવામાં આવી છે.
- મીડિયા રિપોર્ટસ મુજબ સાયન્ટિસ્ટ રૂસ્તમ દમાનિયાના નામ પર તેને રૂસ્તમ-2 નામ આપ્યું છે.
- 80ના દશકામાં એવિએશન સેકટરમાં દમાનિયાની રિસર્ચ દેશ માટે ઘણી મદદગાર સાબિત થઈ હતી.
ભારત અંગે શું ખોટા નિવેદનો કર્યાં પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ
PAKનું જૂઠાણું- LoC પર વાતાવરણ બગાડે છે ભારત

ભારત સામે વધુ એક આરોપ લગાવતાં ફૈસલે કહ્યું હતું કે, "ભારત બોર્ડર પર સીઝફાયર વાયોલેશન કરીને ક્ષેત્રમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી કરે છે. જો કે પાકિસ્તાન સેના પણ ભારતને જવાબ આપવાથી પાછી પાની નથી કરી રહી."

ભારતીય અધિકારીઓ સાથે મીટિંગ નક્કી નથી

- અફઘાનિસ્તાનમાં ભારતીય વિદેશ સચિવ સાથે મુલાકાત અને તેમની પાકિસ્તાન મુલાકાત અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ફૈસલે કહ્યું કે, "આવી કોઈ મુલાકાત અંગે હાલ જાણકારી નથી. કે એવો પણ ખ્યાલ નથી ભારતીય સચિવ પાકિસ્તાન આવી રહ્યાં છે."
- જો કે તેઓએ જણાવ્યું કે બંને દેશ વચ્ચે માનસિક રૂપથી બીમાર મહિલા કેદીઓને છોડાવવા અંગે સહમતી બની શકે છે. હાલ તો ગૃહ મંત્રાલય આ પ્રસ્તાવ અંગે વિચાર કરી રહ્યું છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-PAK-HDLN-pakistan-worried-about-indiaan-made-drone-rustom-2-gujarati-news-5822123-PHO.html?ref=ht

ભાનુભાઈની જેમ દલિત કોન્ટ્રાક્ટરે આગ ચાંપે એ પહેલા પોલીસે બચાવ્યો જીવ

રાલુના પ્રભુદાસ રાઠોડે કેરોસીન ભરેલો કેરબો શરીર પર રેડી દીવાસળી ચાંપી
મહેસાણા: બુધવારે મહેસાણામાં પોલીસની સાવચેતીના કારણે પાટણવાળી થતાં રહી ગઇ. રાજમહેલ સંકુલમાં કેન્ટીન નજીક એકાએક આવેલી કારમાંથી ઉતરેલા ખેરાલુના પ્રભુદાસ રાઠોડે કેરોસીન ભરેલો કેરબો શરીર પર રેડી દીવાસળી ચાંપે તે પહેલાં જ પોલીસે તેમના ઉપર ધાબળા નાખી અગ્નિશમન પાવડરનો મારો ચલાવી આત્મ વિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. 7 મિનિટ સુધી ચાલેલા ડ્રામાના કારણે અફડાતફડી મચી ગઇ હતી. પ્રભુદાસને સારવાર માટે સિવિલમાં લઇ જવાયા હતા. ખેરાલુ પાલિકામાં પેટા કોન્ટ્રાક્ટમાં કરેલા કામના રૂ.78 લાખ કોન્ટ્રાક્ટરે નહીં ચૂકવ્યા હોવા મામલે પ્રભુદાસે જિલ્લા કલેક્ટર સહિત સાત જગ્યા પૈકી ગમે તે એક સ્થળે આત્મ વિલોપન કરવાની ચીમકી આપી હતી.

કામના મહેનતાણાની રકમ માટે છેલ્લા 4 વર્ષથી લડી રહેલા ખેરાલુના પ્રભુદાસ સોમદાસ રાઠોડ (45)એ બુધવારે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારેલી હોઇ જિલ્લા કલેક્ટર કચેરી સહિતના સ્થળે સવારે 6 વાગ્યાથી પોલીસ, ફાયરબ્રિગેડ, તબીબો સહિતની ટીમો ખડેપગે તૈનાત હતી. બપોરે 3-30 વાગે રાજમહેલ સંકુલમાં કેન્ટીનની સામે પાણીની પરબ નજીક સફેદ રંગની સેન્ટ્રોકાર (જેજે 22એ 535) એકાએક આવીને ઉભી રહેતાં ચેતી ગયેલી પોલીસે કાર તરફ દોટ મૂકી હતી.
આ સમયે કારમાંથી સફેદ રંગના શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ પ્રભુદાસે કેરબામાંથી કેરોસીન શરીર પર રેડી દીવાસળી ચાંપે તે પહેલાં જ બે પોલીસોએ તેમના પર ધાબળો નાખી બાથમાં લઇ લીધા હતા. આ સમયે નજીકમાં હાજર પ્રભુદાસના પરિવારજનો બૂમરાડ મચાવતા તેમના તરફ દોડી ગયા હતા. હાજર પોલીસે અગ્નિશમન પાવડરનો મારો ચલાવી પાટણકાંડનું પુનરાવર્તન થતું અટકાવ્યું હતું. અર્ધબેભાન અવસ્થામાં પ્રભુદાસને 108માં સારવાર માટે સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં મોડી સાંજે નાયબ મામલતદાર અને પોલીસે નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.
કાર લઇને આવેલા દંપતીને પોલીસે ઉઠાવી લીધું
પ્રભુદાસ રાઠોડને આત્મ વિલોપન માટે કારમાં સાથે લઇને આવેલા યુવક- યુવતીને પોલીસે ઉઠાવી લીધા હતા અને પૂછપરછ કરી હતી. જોકે, મહિલાને નોટિસ આપીને ગુરુવારે હાજર રહેવા કહેવાયું હતું. જ્યારે તેમની સાથે રહેલા યુવાનની પોલીસે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

ભ્રષ્ટાચારની ફરિયાદ કોઇ સાંભળતું ન હતું

સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહેલા પ્રભુદાસ રાઠોડે કહ્યું કે, છેલ્લા 4 વર્ષથી  ભ્રષ્ટાચારની ફરિયાદ કરીને થાકી ગયો હતો. કોઇએ મારું સાંભળ્યું નહીં. ખૂબજ થાકી ગયો છું. આજે નક્કી કર્યુ હતું કે મારે મરી જ જવું છે. અમદાવાદથી મિત્રની કારમાં મહેસાણા આવ્યો હતો તે કંઇ ના કરવાની શરતે મને લઇને આવ્યો હતો. પરંતુ મેં કંટાળીને આત્મ વિલોપન માટે શરીર પર કેરોસીન રેડ્યું હતું.
 આ પ્રશ્નના નિકાલ માટે કમિટીની રચના કરવા નિર્ણય લેવાયો હતો

પ્રભુદાસ રાઠોડે આપેલા અલ્ટીમેટમને પગલે રાજમહેલ સંકુલમાં સવારથી તેમનો પરિવાર અને દલિત અગ્રણીઓ ભેગા થયા હતા. બપોરે 1-25 વાગે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવા જઇ રહેલા લોકોને કલેકટર કચેરીના મુખ્ય ઝાંપા નજીક અટકાવી દેવાતાં પોલીસ અને  આગેવાનો વચ્ચે શાબ્દીક ઘર્ષણ થયું હતું. અંતે 10 વ્યક્તિઓએ કલેકટરને રજૂઆત કરી હતી. જેમાં કલેકટર એચ.કે. પટેલે આ મામલે સહાનુભૂતિ બતાવી આ સરકારનો નહીં, પરંતુ કોન્ટ્રાકટ કંપની અને પેટા કોન્ટ્રાકટર વચ્ચેનો મામલો હોવાનું સમજાવી કોર્ટમાં દાવો  દાખલ કરવા મફત કાનૂની સહાય આપવાનું અને આગામી દિવસોમાં પાણી પુરવઠા કચેરીના અધિકારી, ઇજનેર, ખેરાલુ પાલિકાના ચીફ ઓફિસર, સમાજના આગેવાનો અને મૂળ કોન્ટ્રાકટર સાથે બેઠક કરાવી યોગ્ય માર્ગ કાઢવા આશ્વાસન આપી કમિટી રચવાનો નિર્ણય લીધો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-the-kheralu-contractor-tried-to-fire-break-with-the-kerosene-gujarati-news-5821917-PHO.html?ref=ht

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં જાહેરાત

ભારત સરકાર તરફથી 1.28 લાખ મેટ્રિક ટન તુવેર ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપવામાં આવી છે 

અમદાવાદ: ગુરુવારે મળેલા વિધાનસભાના બજેટસત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. કૃષિમંત્રી આર.સી.ફળદુએ ગૃહમાં તુવેર પકવતાં ખેડૂતો અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકાર તરફથી 1.28 લાખ મેટ્રિક ટન તુવેર ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપવામાં આવી છે, જે રૂ. 5450 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે.
કૃષિમંત્રીની ગૃહમાં જાહેરાત
- રાજ્ય સરકાર નાફ્રેડના સંકલનમાં રહી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે
- ભારત સરકારે 1.28 લાખ મેટ્રિક ટન ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપી છે, જેની રૂ. 5450 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે
- રાજ્યના 22 જિલ્લામાં પ્રથમ તબક્કામાં 40 ખરીદ કેન્દ્રો શરૂ કરશે
- 5 માર્ચથી આ કેન્દ્રો પર ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે અને 12 માર્ચથી ખેડૂતોને જાણ કરી ખરીદી શરૂ કરાશે
- ખેડૂત દીઠ વધુમાં વધુ 1200 કિ.ગ્રા તુવેર ખરીદાશે, જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarat-government-announcement-for-farmer-NOR.html?ref=ht

કર્મચારીઓ-પેન્શનર્સને હોળી-ધૂળેટીની ભેટઃ ૩ હપ્તે એરીયર્સ
 ૭મા પગાર પંચ મુજબ કર્મચારીઓને ૭ માસના પગાર તફાવતની રકમ અને પેન્શનર્સને ૯ માસની પેન્શન તફાવતની કનિદૈ લાકિઅ રકમ મળશેઃ પ્રથમ હપ્તો માર્ચમાં, બીજો મેમાં અને ત્રીજો હપ્તો જુલાઇમાં: વર્તમાન અને નિવૃત્ત ૮II લાખ કર્મચારીઓને લાભઃ સરકાર પર ૩૨૭૯ કરોડનું કનિદૈ લાકિઅ ભારણ (અશ્વિન અકિલા વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧ : રાજ્યમાં નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે કર્મચારીઓના એરીયર્સ કનિદૈ લાકિઅ (તફાવત)ની રકમ ચૂકવવા બાબતે આજે હોળી - ધૂળેટીની ભેટ સમાન મહત્વની જાહેરાત અકીલા કરી છે.   આજે શ્રી નિતીન પટેલે વિધાનસભામાં જણાવેલ કનિદૈ લાકિઅ કે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ કરવાનો નિર્ણય ઝડપી લેવાને કારણે કર્મચારીઓને તા. ૧-૧-૨૦૧૬થી તા. ૩૧-૭-૨૦૧૬ સુધીના માત્ર સાત (૭) માસના સમયગાળાના કનિદૈ લાકિઅ પગાર તફાવતની રકમ ચૂકવવાની થાય છે તેમજ પેન્શનરોને તા. ૧-૧-૨૦૧૬ થી તા. ૩૦-૯-૨૦૧૬ના નવ (૯) માસના પેન્શન તફાવતની રકમ ચૂકવવાની થાય છે. રાજ્યના કનિદૈ લાકિઅ કર્મચારી મંડળો - મહામંડળો અને પેન્શનર મંડળો દ્વારા પગાર - પેન્શન તફાવતની રકમ ચૂકવવા અંગેની માંગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા કનિદૈ લાકિઅ તેમના કર્મચારીઓ અને પેન્શનર્સના હીતમાં ઉકત તફાવતની રકમ ત્રણ હપ્તામાં રોકડેથી ચૂકવવાનો નિર્ણય કરેલ છે. જે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓ કનિદૈ લાકિઅ તેમજ પેન્શનર્સને સાતમા પગાર પંચના તફાવતની રકમનો પ્રથમ હપ્તો માર્ચ માસમાં, બીજો હપ્તો મે માસમાં તેમજ ત્રીજો હપ્તો જુલાઇ માસમાં ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે છે. આમ, ઉપર મુજબ ત્રણ હપ્તામાં રોકડેથી એરિયર્સની ચૂકવણી કરવાના કારણે પગાર તફાવત પેટે રૂ. ૭૫૨.૭૮ કરોડ તથા પેન્શન તફાવત પેટે રૂ. ૩૪૦.૪૮ કરોડ મળી કુલ રૂ. ૧૦૯૩.૨૬ કરોડનું પ્રતિ હપ્તા પેટે ભારણ આવશે અને કુલ ત્રણ હપ્તાનું રૂ. ૩૨૭૯.૭૯ કરોડનું ભારણ આવશે જેનો લાભ રાજ્યના આશરે ૪.૬૫ લાખ કર્મચારીઓને તેમજ ૪.૧૨ લાખ જેટલા પેન્શનર્સને થશે. (10:58 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-03-2018/125292

કર્મચારીના મોત ઉપર PF વિભાગ આપશે અઢી લાખ 
નવી વ્યવસ્થા ૧પ ફેબ્રુઆરી લાગુ થઇઃ પરિવારજનોને મળશે સામાજીક સુરક્ષા નવી દિલ્હી તા.૧ : નોકરી દરમિયાન કોઇ અકસ્માતનો કનિદૈ લાકિઅ ભોગ બનતા કર્મચારીના પરિવારજનોને પીએફ વિભાગથી ન્યુનતમ અઢી લાખ જેવી રકમ મળશે. આ બારામાં કર્મચારી નીધિ સંગઠને નોટીફીકેશન પણ જારી કરી કનિદૈ લાકિઅ દીધુ છે. આ વ્યવસ્થા અકિલા ૧પ ફેબ્રુઆરીથી લાગુ પણ થઇ ગઇ છે. કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન કર્મચારીઓ માટે એમ્પ્લોઇઝ ડિપોઝીટ લીન્ક ઇન્સ્યોરન્સ કનિદૈ લાકિઅ ચલાવે છે. જે હેઠળ કાર્ય દરમિયાન કોઇ કર્મચારીનું મોત થઇ જાય તો વિભાગ વધુમાં અકીલા વધુ છ લાખ રૂપિયાનું ચુકવણુ કરતુ હતુ અને ન્યુનતમ રકમનો કનિદૈ લાકિઅ કોઇ ઉલ્લેખ ન હતો. હવે વિભાગે ન્યુનતમ રકમ સ્કીમમાં ફેરફાર કરતા ર૧ ફેબ્રુઆરીએ જાહેરનામુ બહાર પાડયુ હતુ. જે હેઠળ કામ દરમિયાન કર્મચારીનું મોત કનિદૈ લાકિઅ થાય તો પરિવારજનોને વિભાગ ન્યુનતમ અઢી લાખનુ ચુકવણુ કરશે. જો કે આ માટે કેટલીક શરતો છે. જે હેઠળ કર્મચારીએ છેલ્લા ૧ર મહિના સુધી ૧પ૦૦૦ સુધીનો કનિદૈ લાકિઅ પગાર લ્યે તે જરૂરી છે. તેના ખાતામાં કોઇ ઝીરો બેલેન્સ હોવુ ન જોઇએ. તેના પીએફ ખાતામાંથી ઝીરો બેલેન્સ જોવા મળે તે જરૂરી નહી બને. જો કોઇ કર્મચારીના કનિદૈ લાકિઅ પગાર આનાથી ઓછો રહે તો તેને અઢી લાખથી ઓછુ ચુકવણુ કરવામાં આવશે. સુત્રોના કહેવા મુજબ આ નવી વ્યવસ્થાથી કર્મચારીના પરિવારજનોની સામાજીક કનિદૈ લાકિઅ સુરક્ષા વધશે. અત્યાર સુધી ન્યુનતમ રકમ ચુકવવાની કોઇ જોગવાઇ ન હતી.(૩-૩)   (10:01 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-03-2018/125287


Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment