સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 15 March 2018

1 કલાકમાં મારી CD બનાવનાર મોદી પુત્રો સેશનનું રેકોર્ડિંગ જાહેર કરે: હાર્દિક - સિંચાઈ કૌભાંડને લઈને સરકાર હવે ઊંઘમાંથી જાગે : હાઈ કોર્ટ - ગૂગલ મેપમાં વોઇસ નેવિગેશન હવે ગુજરાતીમાં પણ સાંભળી શકાશે - CCTVઅે ભાંડો ફોડ્યો: યાર્ડમાં આગ લગાડાઇ, કોણ હતાં બે બૂકાનીધારી? - દાહોદમાં પેપરલીકને મામલે નોંધાયી ફરિયાદ - સરકારી નોકરી મેળવવા પાંચ વર્ષ સરહદે લડવુ પડશે! - તુર્કીના હેકર્સે એર ઈન્ડિયાનું ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ હેક કર્યું


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

1 કલાકમાં મારી CD બનાવનાર મોદી પુત્રો સેશનનું રેકોર્ડિંગ જાહેર કરે: હાર્દિક

હાર્દિક પટેલ દ્વારા વિધાનસભામાં બનેલી ઘટના પર ભાજપના ઘારાસભ્યો પર કટાક્ષ કરવામાં આવી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ઇતિહાસમાં પ્રથમ વાર મારા-મારીની જે ઘટના બની તે ઘટનામાં દરેક રાજનેતાઓ પોતાના મંતવ્યો આપી રહ્યા છે. આવામાં ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 વર્ષથી ચર્ચામાં રહેલો ચહેરો એટલે કે હાર્દિક પટેલ પણ વિધાનસભાના સત્રમાં બનેલી મારામારીની ઘટના પર ભાજપના ધારાસભ્યોને મોદી ભક્તો અને મોદીપુત્રો એમ સંબોધીને કટાક્ષ કરી છે. હાર્દિક સાથેની ખાસ વાતચીતમાં તેણે જણાવ્યું કે પ્રજા સમક્ષ વિધાનસભામાં બનેલી ઘટનાનો વિડિયો વાયરલ કેમ ન થયો?


હાર્દિક પટેલે ભાજપ અને મોદી સરકાર પર કરેલા આક્ષેપો

હાર્દિક પટેલ કઈ હોટલમાં જાય છે, કૉંગ્રેસના ક્યાં નેતાને મળે છે, હાથમાં કઈ બેગ છે? એમા કેટલા રૂપિયા છે એ રેકોર્ડિંગ એક કલાકમાં જાહેર કરી નાખનારા મોદીપુત્રો આજના સેશનનું રેકોર્ડિંગ કેમ જાહેર કરતા નથી?? હાર્દિક ક્યાં જાય છે, કોને મળે છે એનાથી ગુજરાતની છ કરોડ જનતાને કાંઈ લેવાદેવા નથી છતા હાર્દિકની સીડી આવી જાય છે પણ વિધાનસભામાં ભાજપની સરકાર શુ કરી રહી છે એ જાણવાની ઉત્સુકતા દરેક ગુજરાતીને ચોક્ક્સ હોય છે છતાંય વિધાનસભાનું રેકોર્ડિંગ કરવા દેવામાં આવતું નથી.
આપણાં સમક્ષ મારામારીનો વિડીયો આવ્યો છે પણ સુરતના ધારાસભ્ય શ્રી હર્ષ મોદી, તેમજ નિકોલ ધારાસભ્ય જગદીશભાઈ મોદીએ દેશહિતમાં જે ગાળો બોલી છે તેનાં વિડીયો સામે આવ્યાં નથી. જો ભાજપ ફોલ્ટમાં ન હોત તો ક્યારનુંય રેકોર્ડિંગ મીડિયામાં આપીને ભાજપના મોદીપુત્રો કૉંગ્રેસના નામના છાજીયા લેવાનું ચાલુ કર્યું હોત. મીડિયા પણ ભાજપની ભાષા બોલે છે, મીડિયાએ સરકારને આજના આખા રેકોર્ડિંગ વિશે સવાલ કરવા જોઈયે પણ ભાજપ-મોદી અને શાહ સામે બોલવાની હિંમત નથી એટ્લે કૉંગ્રેસ ઉપર માછલાં ધોઈ પોતાની મોદીભક્તિ કરી રહ્યાં છે.

ભાજપ આજના સેશનનું રેકોર્ડિંગ જાહેર કરતું નથી એટ્લે સ્પષ્ટ છે કે ભાજપના ધારાસભ્યોએ જ માથાકૂટની શરૂઆત કરેલ છે. ખેર વિજયભાઈ મોદી કે રાજેન્દ્ર મોદી અથવા નીતિનભાઈ મોદી રેકોર્ડિંગ જાહેર કરવા હશે તો કરશે પણ હર્ષ મોદી અને જગદીશ મોદી દ્રારા મહિલાસશક્તિકરણના ભાગરૂપે માં-બહેન સામે બોલાયેલી ગાળોનું હુ દેશહિત આવકારુ છું...અને બંને ગાળીયાઓને અભિનંદન પાઠવું છું.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-in-1-hour-my-cd-makers-announce-the-recording-of-the-session-hardik-gujarati-news-5830391-PHO.html

ગૂગલ મેપમાં વોઇસ નેવિગેશન હવે ગુજરાતીમાં પણ સાંભળી શકાશે

અત્યાર સુધી નેવિગેશન અંગ્રેજી, હિન્દીમાં સંભળાતું હતું
અમદાવાદ: ગૂગલ મેપ એપ્લિકેશને ભારત માટે ખાસ કરીને સ્થાનિક ભાષાઓમાં નેવિગેશન સંભળાય તે માટે કાર્ય શરૂ કરી દીધું છે. 13મી માર્ચના રોજ જાયન્ટ સર્ચ એન્જિન ગૂગલે ભારતના અને ખાસ કરીને ગુજરાતના આડા-અવળા રસ્તાઓની સમજ ગૂગલ મેપના આધારે ગુજરાતી તથા અન્ય 5 ભાષાઓમાં મળી રહે તે માટે ફીચર લોન્ચ કર્યું હતું. હાલના સમયમાં ગૂગલ મેપમાં નેવિગેશન અંગ્રેજી અને હિન્દી ભાષામાં સાંભળવા મળે છે, આ નવા બદલાવના કારણે અંગ્રેજી નહીં સમજી શકનાર માટે પણ ગૂગલ મેપનો ઉપયોગ સરળ બનશે. એ સિવાય યુઝર્સ પોતે નજીકનો લેન્ડમાર્ક પોતે એડ કરી શકે એવું ફીચર પણ ઉમેરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, ભારતના રસ્તાઓ ઘણા જ ગૂંચવણભર્યા છે, જેથી ઘણા બધા વિસ્તારો અને લોકેશનો ઉમેરવામાં મુશ્કેલી પડે છે તેની પર કામ થઇ રહ્યું છે.
રિમોટ એરિયામાં નેવિગેશન સરળ થશે
ગૂગલે વધુમાં એક ‘પ્લસ કોડ’ લોન્ચ કર્યો છે જે ભૌગોલિક સ્થિતિના આધારે વિસ્તારોને વિભાજિત કરશે અને તેમને 6 અક્ષરનો કોડ અને શહેરનું નામ અપાશે. આ કોડ દરેક વ્યક્તિ પોતે જનરેટ કરીને શેર પણ કરી શકશે. કોડથી ગૂગલ મેપનો ઉપયોગ વધુ સરળ થશે. આ કારણે અંતરિયાળ વિસ્તારમાં પણ મેપની મદદથી સરળતાપૂર્વક પહોંચી શકાશે.
ગૂગલ મેપ કઈ પ્રાદેશિક ભાષાઓમાં નેવિગેટ કરશેω ?
ગૂગલ મેપ ગુજરાતી ઉપરાંત બંગાળી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ જેવી અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ નેવિગેટ કરશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-voice-navigation-in-google-map-can-now-be-heard-in-gujarati-gujarati-news-5830461-NOR.html


CCTVઅે ભાંડો ફોડ્યો: યાર્ડમાં આગ લગાડાઇ, કોણ હતાં બે બૂકાનીધારી?

સરકારના આદેશથી જૂના યાર્ડમાં એક માસ પહેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી હતી
રાજકોટ: જૂના યાર્ડમાં ખાલી બારદાન જ્યાં રાખવામાં આવ્યા છે તે પ્લેટફોર્મ પર આગ લગાડવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.મંગળવારે સાંજે 7:07:30 કલાકે કોઈ બંડીધારી માણસ બહાર નીકળે છે અને 7:07:35 કલાકે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. જો કે, સીસટીવી ફૂટેજમાં માણસ બહાર નીકળતો દેખાય છે, પણ તે કયારે અંદર ગયો તે હજુ દેખાયું નથી. આગ લગાડનાર માણસ કોઈ યાર્ડના જ વેપારીનો મજૂર માણસ હોવાની શંકા યાર્ડના સત્તાધીશોએ વ્યક્ત કરી છે.

શું કહેવું છે કે ક્લેક્ટરનું ?
થોડા દિવસ પહેલા ગોંડલમાં કરોડોની મગફળી સળગી તેના પર કૌભાડનો પડદો ઉચક્યો નથી, ત્યાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગી, વારેવારે લાગતી આગ પર અનેક સવાલો ઉઠ્યા છે, ત્યારે સમગ્ર ઘટના અંગે રાજકોટ ક્લેકટર ડો. વિક્રાંત પાંડેનું કહેવું છે કે સીસીટીવી એક શંકાસ્પદ વ્યકિત દેખાઇ છે જે હાલ લાપતા છે. શંકાસ્પદ વ્યકિતની ઓળખ કરવાનું ચાલુ તેનો કોઇ રોલ છે કે નહી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
જે યાર્ડમાં આગ લાગી છે તે યાર્ડમાં માત્ર શાકભાજી વિભાગ જ કાર્યરત છે અને ત્યાં કોઈ સળગી જાય તેવી કોઈ જ્વલનશીલ ચીજવસ્તુ કે પદાર્થ પણ નથી. નોંધનીય છે કે, દિવ્ય ભાસ્કરે રિપોર્ટમાં લખ્યું હતું કે, યાર્ડમાં આગ લગાડવામાં આવી છે જે સચોટ સાબિત થયું. આગમાં 22 લાખ બારદાન બળીને ખાક થઈ ગયા છે. નુકસાનીની કિંમત 22 કરોડની અંકાઈ રહી છે. સરકારના આદેશથી જૂના યાર્ડમાં એક માસ પહેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી હતી.
ખેડૂતો અને ગુજકોટની સરળતા માટે સરકારના આદેશથી યાર્ડમાં જ કેન્દ્ર ફાળવી દેવાયું હતું અને ખરીદી બંધ થઈ ગયા બાદ ખાલી બારદાન રાખવા માટે ગુજકોટે યાર્ડના સત્તાધીશો પાસેથી વાપરવા માટે જગ્યા માગી હતી અને યાર્ડના સત્તાધીશોએ વાપરવા માટે આપી પણ દીધી હતી.જો કે ટેકાના ભાવે ખરીદી સિવાય જગ્યા વાપરવા માટે કોઈ લેખિત કરાર, દસ્તાવેજો થયા ન હતા. આગ કોને લગાડી હતી,કોના કહેવાથી આગ લગાડાઈ છે, આગ લગાડવા માટેનું કારણ શું છે તે અંગેની તપાસ ચાલુ છે અને સીસીટીવી ફૂટેજના આધારે આગ લગાડનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ છે આખો ઘટના ક્રમ
- કોઈ એક વ્યક્તિ પાછળના ભાગે કે જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાંથી અંદર જાય છે
- અંદર જઈ કોઈ જ્વલનશીલ પદાર્થ રેડે છે, જેનાથી આગ લાગે છે
- 7:07:30 સેેકન્ડે તાલપત્રી ખોલતો બહાર નીકળે છે
- 7:07:35 સેકન્ડે આગના લબકારા દેખાઈ છે
- પ્લેટફોર્મમાંથી બંડીમાં હાથ સંતાડીને બહાર નીકળીને તે ટ્રકની પાછળ સંતાઈ જાય છે
- ત્યાંથી નીકળીને તે શેરીમાં જઈને એક માણસ સાથે વાત કરતો દેખાય છે
- બહાર ઊભેલા માણસને કહે છે કે જુઓ આગ લાગી...આગ લાગી...
શું કહે છે પદાધિકારીઓ

* યાર્ડમાં મગફળીનું ખરીદી કેન્દ્ર હતું, જે બંધ થઈ ગયું હતું. જો કે આ જગ્યાનો વપરાશ હતો નહીં માટે ગુજકોટના અધિકારીઓને વાપરવામાં આપ્યું હતું. સમયમર્યાદા વધી જતા આ જગ્યા ખાલી કરવા માટેની ટકોર કરાઈ હતી. ગુજકોટના અધિકારીઓએ ખાલી બારદાન સપ્લાય કરવાનું ચાલુ કરી દીધું હતું. - ડી.કે.સખિયા,ચેરમેન માર્કેટ યાર્ડ

* યાર્ડની તો માત્ર જગ્યા છે. સંચાલન તો ગુજકોટના અધિકારીઓ થકી થાય છે. ગુજકોટે આજથી 10 દિવસ પહેલા જગ્યા ભાડે માગી હતી અને આ માટે દરખાસ્ત પણ કરી હતી, સંભવિત આ અંગેનો નિર્ણય આગામી મળનારી બેઠકમાં લેવાનો હતો.સીસીટીવી ફૂટેજના આધારે વ્યક્તિની અોળખ હાથ ધરવામાં આવી છે. - હરદેવસિંહ જાડેજા, વાઈસ ચેરમેન માર્કેટ યાર્ડ

* જે બારદાન સળગી ગયા તેની એડવાન્સ ખરીદી કરવામાં આવી હતી. વડોદરા, બનાસકાંઠા, પ્રાંતિજ વગેરે જગ્યાએ સપ્લાય કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્રમાં કાલાવડમાં કરવાની હતી. કુલ 25 લાખ 15 હજાર બારદાન હતા. તેમાંથી કેટલાની સપ્લાય થઈ તે ખબર નથી, તેનો ડેટા પણ નથી. -  મગનભાઈ ભોરાણિયા, પ્રમુખ જિલ્લા ખરીદ સંઘ

* આ પ્રકરણમાં ગુજકોટની જવાબદારી બને છે. સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે આગ લગાડાઈ છે. આ માણસ કોણ છે કોના કહેવાથી આગ લગાડાઈ તેની તપાસ ચાલુ છે. કેટલા બારદાન સપ્લાય કરાયા તેનો ડેટા મારી પાસે નથી. - મગનભાઈ ઝાલાવડિયા, પ્રમુખ તરઘડી સહકારી મંડળી
બે લોકો હતા, મોઢે કપડું બાંધ્યું હતું દોડાદોડ કરતા હતા

હું ફરજ પર હતો. કોઈ બે લોકો હતા.જેણે મોઢે કપડું બાંધ્યું હતું અને શાલ ઓઢી હતી. જ્યાં આગ લાગી છે ત્યાં આ બે જ માણસો અવર જવર કરતા દેખાયા.જેવી મે આગને જોઈ બૂમ પાડીને કહ્યું કે, કોઈ ઉપરી અધિકારીને જાણ કરો પણ આ બન્ને શખ્સોએ ધ્યાન ન આપ્યું અને દોડાદોડી કરવા લાગ્યા.બાદમાં ધીમે ધીમે લોકો એકઠા થવા લાગ્યા.આ બન્ને લોકોનો હું ચહેરો જોઈ ન શકયો. - રામભાઈ, સિક્યોરિટી ગાર્ડ
ચૂલાની આગ ન બૂઝે તેવા સલામતિના સાધન

જૂના યાર્ડમાં ફાયર ફાઈટર નથી.જે ફાયર ફાઈટર હતા તે નવા યાર્ડમાં ખસેડી દેવામાં આવ્યા છે. મંગળવારે યાર્ડમાં આગ લાગતા ત્યાં રહેલા પમ્પિંગની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો.જો કે સત્તાધીશોએ હાસ્યાસ્પદ દાવો કર્યો હતો કે, આ પમ્પની મદદથી આખા યાર્ડમાં પાણી પહોંચી જાય છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-update-on-huge-fire-in-old-marketing-yard-in-rajkot-NOR.html?ref=ht

દાહોદમાં પેપરલીકને મામલે નોંધાયી ફરિયાદ

 તાજેતરમાં ચાલી રહેલી ધોરણ 10ની અને 12 બોર્ડ પરીક્ષા દરમિયાન દાહોદમાંથી ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર લીક થવાને મામલે ખળભળાટ મચી જતાં રાજ્યનું શિક્ષણ તંત્ર દોડતું થઈ ગયું છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં ફરતું થયેલું આ પેપર સંજેલી ગામમાંથી વાયરલ થયું હોવાનું મનાય છે.
ધોરણ 10ના વિજ્ઞાનનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થવાને મામલે જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ નીનામાએ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનિય છે કે ગતરોજ બુધવારે ધોરણ10ના વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સવારે દસ વાગ્યે શરૂ થતા તેના ત્યારે થોડાંક સમય બાદ વિજ્ઞાનનું પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયું હતું. વાયરલ થયેલા પેપરની ચકાસણી કરતા, તે પેપર બોર્ડ પરીક્ષામાં ધોરણ 10ની પરીક્ષામાં ગતરોજ પૂછાયેલું વિજ્ઞાનનું જ પેપર હોવાનું બહાર આવ્યું હતું.
સતત બીજ દિવસે પેપર લીક થવાની ઘટના બહાર આવતા, રાજ્યનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. આ મામલે ઉપરથી દબાણ આવતા, જિલ્લા શિક્ષણ અધિકારીએ પેપર ક્યાંથી લીક થયું એ તપાસનો વિષય છે તેમ કહ્યું હતું. તપાસ દરમિયાન પેપર સંજેલીથી લીક થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજેલી દોડી આવ્યા હતા. સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Source :-http://sandesh.com/ssc-board-exam-police-complain-registered-in-dahod-paper-leak-case/

સરકારી નોકરી મેળવવા પાંચ વર્ષ સરહદે લડવુ પડશે! 
- પાર્લામેન્ટરી કમિટીએ જવાનોની ઘટ અંગે સંસદમાં રજૂ કર્યો રિપોર્ટ - સેનામાં સૈનીકોની ઘટ પૂરી કરવાનો પેંતરો નવી દિલ્હી, તા. 15 માર્ચ 2018, ગુરુવાર સરકારી નોકરી મેળવવી હશે તો પહેલા સેનામાં જોડાવુ પડશે. સંસદમાં સ્ટેન્ડિંગ કમિટીએ એક પ્રસ્તાવની ભલામણ કરતા જણાવ્યુ હતુ કે, જે લોકો સરકારી નોકરીઓ ઈચ્છે છે તેમને ફરજિયાત પાંચ વર્ષ સેનામાં માટે સરહદે સશસ્ત્ર દળોમાં જોડાવુ પડશે. આ ભલામણ સ્વીકારવા પાછળનો હેતુ સેનામાં સૈનીકોની ઘટને પૂરી કરવાનો છે. ભારતીય સેનામાં જ 7000થી વધુ ઓફિસરો અને 20,000થી વધુ જવાનોની ખૂટે છે. એ જ રીતે ભારતીય વાયુસેનામાં 150 ઓફિસરો અને 15 હજારથી વધુ જવાનોની ઘટ છે. ભારતીય નૌકાસેનામાં પણ 150થી વધુ ઓફિસરો અને 15 હજાર આસપાસ જવાનોની ઘટ છે. કેન્દ્રીય નોકરીઓમાં રેલવેની પાસે 30 લાખથી વધુ કર્મચારીઓ છે, જ્યારે રાજ્ય સરકારોમાં 2 કરોડથી વધુ લોકો કાર્યરત છે. પરિણામે કર્મચારી અને તાલીમ વિભાગ આગામી દિસોમાં સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા લોકો માટે મિલિટ્રી સર્વિસ ફરજિયાત કરવાનો વિચાર કરી રહ્યો છે. કમિટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ગેઝેટેડ ઓફિસર તરીકે સીધું જોઇનિંગ કરતા લોકો માટે પાંચ વર્ષની ફરજિયાત મિલિટ્રી સર્વિસની ભલામણ કરી છે. કમિટી એ તથ્યથી પરિચિત છે કે સશસ્ત્ર દળોમાં ઓફિસરો અને જવાનોની સંખ્યા બહુ ઓછી છે, જેને ભરવી અતિશય આવશ્યક છે. પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીનો આ રિપોર્ટ તાજેતરમાં જ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/parliamentary-committee-give-suggestion-to-get-a-government-job-people-should-spent-5-years

તુર્કીના હેકર્સે એર ઈન્ડિયાનું ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ હેક કર્યું
- તુર્કિશ સાઈબર આર્મી નામના હેકર્સ ગ્રુપે હેક કર્યુ હતુ એકાઉન્ટ નવી દિલ્હી, તા. 15 માર્ચ 2018, ગુરુવાર એર ઈન્ડિયાનું ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ બુધવારે મોડી રાતે તુર્કીના હેકર્સે હેક કર્યુ હતુ જો કે સવાર સુધીમાં આ અંગે યોગ્ય પગલા લેવાયા હતા અને એકાઉન્ટને સુરક્ષીત કરી દેવામાં આવ્યુ હતુ. એર ઈન્ડિયાના પેજને તુર્કીશ સાઈબર આર્મી આયિલદિઝ ટીમ નામના હેકર્સ ગ્રુપે હેક કર્યુ હતું. તેમણે પેજ હેક કરીને પહેલી પોસ્ટ એ કરી હતી કે તમારું એકાઉન્ટ તુર્કિશ સાઈબર આર્મી આયિલદિઝ ટીમે હેક કર્યુ છે અને તમારો જરૂરી ડેટા અમારા કબજા માં છે. ત્યારબાદ અન્ય એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે જરૂરી જાહેરાત- (એર ઈન્ડિયા)ની તમામ ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. હવેથી અમે ફક્ત તુર્કિશ એરલાઈન્સ દ્વારા જ ઉડાણ ભરીશું. એક અન્ય પોસ્ટમાં તુર્કીના ઝંડા આગળ બંદૂક લઈને ઊભેલો આતંકી દર્શાવવામાં આવ્યો. જે હેકર્સે એર ઈન્ડિયાનું એકાઉન્ટ હેક કર્યુ હતું તેઓ પોતાને તુર્કિશ સાઈબર આર્મી ગણાવે છે. એટલું જ નહીં તેઓ જે પણ પેજ હેક કરે છે તેનો સ્ક્રિનશોટ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. એકાઉન્ટ હેક થતાની સાથે જ એર ઈન્ડિયાના પેજથી વેરિફાઈડ એકાઉન્ટનો બ્લ્યુ ટિક માર્ક પણ હ ટાવવામાં આવ્યો. હકીકતમાં જ્યારે પણ વેરિફાઈડ એકાઉન્ટનો યૂઝર બદલાઈ જાય છે ત્યારે થોડા સમય બાદ આવા એકાઉન્ટથી ટ્વિટર વેરિફિકેશનનો માર્ક હટાવી દે છે. આમ થયા બાદ યૂઝરે ફરીથી ટ્વિટરને પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરીને જણાવવાનું હોય છે કે એકાઉન્ટ યોગ્ય યૂઝરના હાથમાં છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/official-twitter-account-of-airindia-hacked

સિંચાઈ કૌભાંડને લઈને સરકાર હવે ઊંઘમાંથી જાગે : હાઈ કોર્ટ 
- વિશેષ તપાસ પથક નીમવા અથવા એસીબીને પૂરતું સંખ્યાબળ આપવાનો નિર્દેશ મુંબઈ,તા.૧૪ માર્ચ 2018, બુધવાર સિંચાઈ કૌભાંડની શિથિલ તપાસને લઈને બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. સિંચાઈ કૌભાંડમાં જનતાના પૈસા ગયા અને હવે ઝડપથી તપાસ પૂર્ણ કરો એવો નિર્દેશ આપીને સરકારે ઊંઘમાંથી ઉઠવાની આવશ્યકતા છે એવો મત હાઈ કોર્ટે વ્યક્ત કર્યો હતો. આ કૌભાંડ પ્રકરણે નાગપુર બેન્ચમાં જનહિત અરજી દાખલ કરાઈહતી. રાજ્યભરમાં સિંચાઈ પ્રકલ્પમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હોઈ તેની તપાસ કરવામાં આવે એવી માગણી સાથેની જનહિત અરજી જનમંચ નામની સ્વયંસેવી સંસ્થાએ કરી હતી. હાઈ કોર્ટે આ પ્રકરણમાં ગત ત્રણ વર્ષથી મંથર ગતિએ ચાલતી તપાસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને તાત્કાલિક તપાસ પૂર્ણ કરવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. સરકારે ઊંઘમાંથી ઉઠીને વિશેષ તપાસ પથકની સ્થાપના કરવી અથવા તપાસમાટે એન્ટિ કરપ્શન બ્યુરોને પુરતું માનવબળ ઉપલબ્ધ કરી આપવું એમ જણાવ્યું છે. મુખ્ય સચિવ સમક્ષ સુનાવણી સમયે સકારાત્મક ઉત્તર નહીં આપવામાં આવે તો કોર્ટ યોગ્ય આદેશ આપશે, એમ કોર્ટે જણાવ્યું છેે. ભાજપ અને શિવસેનાને સત્તા મેળવી આપવામાં મહત્ત્વના પરિબળ સિંચાઈ ગોટાળા કૌભાંડમાં હજી ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. ૨૦૧૦માં આ કૌભાંડ ગાજ્યુંહતું ત્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીની સરકાર હતી

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/mumbai/government-to-wake-up-from-irrigation-scam-high-court

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment